એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના જાદુ જેવું છે. જાદુગર પોતાની લાકડી પછાડે અને બોલે, ‘લાગ નજર લાગ!’ પછી એ પ્રેક્ષકોને કહે, ‘ડબ્બાનું ઢાંકણું ઉઘાડો ને પંખીઓને ઊડી જતાં જુઓ.’ પણ જાદુગર જ સત્ય છે ને એના જાદુ મિથ્યા છે. મિથ્યાનું અસ્તિત્વ પળ માટે હોય છે ને પછી એ અદૃશ્ય થઈ જાય છે.

શિવ કૈલાસમાં બેઠા હતા. એનો સાથી નંદી પાસે હતો. અચાનક ભયંકર અવાજ ઊઠ્યો. નંદીએ પૂછ્યું, ‘પ્રભુ આ અવાજનો અર્થ શો?’ શિવ કહે: ‘રાવણનો જન્મ થયો. એ અર્થ!’ થોડી ક્ષણો પછી બીજો ભયંકર અવાજ થયો. ‘હવે આ અવાજ વળી શાનો?’ નંદીએ પૂછ્યું. હસીને શિવ બોલ્યા: ‘રાવણ મૃત્યુ પામ્યો.’

જન્મ અને મૃત્યુ જાદુ જેવાં છે. જાદુ પળમાં દેખાય ને અદૃશ્ય થઈ જાય. ઈશ્વર જ સત્ય છે તે બીજું બધું અસત્ય. કેવળ જળ સત્ય છે; એના બુદ્‌બુદો ઊઠે ને અદૃશ્ય થાય છે. જે પાણીમાંથી એ જન્મે છે તેમાં જ તે લીન થાય છે.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.