મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે? પછી કાર્યમાં લાગી રહેવાનું.

એક માણસને પોતાને ગામથી પત્ર મળ્યો કે અમુક અમુક વસ્તુઓ ઘેર પહોંચાડવાની છે. વસ્તુઓની યાદી પત્રમાં હતી. એ માટે એ બજારે જવા નીકળ્યો ત્યાં જ પેલો પત્ર ખોવાઈ ગયો ચિંતાપૂર્વક એ ખોળવા લાગ્યો અને ઘરનાં બીજાં લોકો પણ તપાસમાં જોડાયાં. આખરે એ પત્ર હાથ લાગ્યો ત્યારે એ રાજીના રેડ થઈ ગયો. ખૂબ આતુરતાથી એણે પત્ર ખોલ્યો અને વાંચ્યો, એમાં લખ્યું હતું કે પાંચ શેર મીઠાઈ, કપડાનો એક ટુકડો અને બીજી થોડી પરચુરણ ચીજો મોકલવાની છે. પછી એ પત્રની જરૂરત શી? એનો હેતુ પૂરો થઈ ગયો હતો. એને બાજુએ મૂકી એ ખરીદી કરવા ઉપડી ગયો. આવા કાગળની જરૂર ક્યાં સુધી? એની અંદરની બાબત ધ્યાનમાં ન આવે ત્યાં સુધી. એમાં શું છે તેની જાણ થયા પછી એનો અમલ કરવા મનુષ્ય મંડી પડે.

ઈશ્વરને પામવાનો માર્ગ શાસ્ત્રોમાં છે. પણ એ માર્ગ વિશેની બધી માહિતી જાણ્યા પછી તમારે કામે લાગી જવું જોઈએ. તો જ તમે ધ્યેય પ્રાપ્ત કરી શકો.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.