રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી. 

લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો. આ નિકશા ઘરડી છે ને એણે પોતાના કેટલાય પુત્રોને મૃત્યુ પામતા જોઈ ખૂબ પીડા સહન કરી છે છતાંય, પોતાનો જીવ જવાના ડરે એ કેવી નાસી રહી છે?’ 

રામે એને પાસે બોલાવી અને પૂછ્યું, ‘તું શા માટે નાસતી હતી?’ 

નિકશાએ ઉત્તર આપ્યો : અત્યાર લગી હું જીવતી છું તો તમારી આ બધી લીલા જોવા પામી. પૃથ્વી પર હજી જે બીજી લીલા તમે કરશો તે જોવા જીવતી રહેવા માટે હું લાંબું જીવવા માગું છું.’

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.