વિજય – ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ બધું નક્કી કરવા જાય!

શ્રીરામકૃષ્ણ – માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. થોડીક ગીતા, જરાક ભાગવત, લગારેક વેદાંત વાંચીને માણસો માને કે અમે બધું જાણી નાખ્યું! એક કીડી સાકરના પહાડ પાસે ગઈ. તેમાંથી એક દાણો સાકર ખાધી ને તેનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો દાણો મોઢામાં લઈને દરમાં લઈ જાય છે. જતી વખતે મનમાં વિચાર કરે છે કે ફરી વાર આવીને પહાડ આખોય તાણી જાઉં! ક્ષુદ્ર જીવો આવું બધું ધારે. તેમને ખબર નથી કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે.’ (સૌનું હાસ્ય).

‘કોઈ ગમે તેટલો મોટો હોય, તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? શુકદેવ વગેરે બહુ તો મોટા મંકોડા, ખાંડના વધારેમાં વધારે આઠ દસ દાણા મોઢામાં લઈ જઈ શકે!’

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.