મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા જોઈને અને મારી સાથે વાતચીત કર્યા પછી બોલ્યા, ‘મહાશય! અમે અગાઉ જે કંઈ ભણ્યા છીએ તે બધું તમારી સાથે વાતો કર્યા પછી સાવ નકામું થઈ ગયું! હવે સમજીએ છીએ કે પ્રભુની કૃપા થાય તો જ્ઞાનનો અભાવ ન રહે; મૂર્ખ વિદ્વાન થઈ જાય; મૂંગાને વાચા ફૂટે. એટલા માટે કહું છું કે પુસ્તક વાંચ્યે જ જ્ઞાની ન થઈ જવાય!

હા, તેમની કૃપા થયે જ્ઞાનનો શો તોટો રહે? જુઓ ને, હું તો મૂર્ખ, કંઈ જાણતો નથી; છતાં આ બધી વાતો બોલે છે કોણ? આ જ્ઞાનનો ભંડાર અક્ષય. અમારા દેશમાં ડાંગર ભરે ત્યારે ‘રામે રામ, રામે રામ’ એમ બોલતા જાય. એક જણ માપે, અને જેવો ઢગલો થઈ રહેવા આવે કે તરત બીજો એક જણ ઢગલો આગળ ધકેલી દે. તેનું કામ જ એ, કે થઈ રહે એટલે ઢગલો આગળ ધકેલે. હું પણ જે વાતો કહું, તે થઈ રહેવા આવી છે, આવી છે, એમ થાય; ત્યાં મારી મા-જગદંબા તરત તેના અક્ષય જ્ઞાનભંડારનો ઢગલો ધકેલી દે.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.