એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો પડેલો જોયો.

પત્ની એને જુએ તો એનામાં કદાચ લોભ જાગે અને ત્યાગમાંથી ભ્રષ્ટ થાય એ ડરે, એ જમીન જરા ખોદી તેમાં પેલા હીરાને સંતાડવા લાગ્યો. એ જમીન આમ જરા ખોદતો હતો ત્યાં એની પત્ની ત્યાં આવી ચડી અને ‘તમે શું કરો છો’, તેમ એણે પતિને પૂછ્યું. 

ક્ષમા યાચતો હોય એવે સ્વરે, એણે ઉડાઉ જવાબ આપ્યો. પણ હીરા પર એની દૃષ્ટિ પડતાં અને પતિનું મન વાંચીને એ બોલી: ‘તમને હજીયે હીરા અને ધૂળ વચ્ચે ભેદ દેખાતો હોય તો તમે સંસારત્યાગ શા માટે કર્યો?’

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.