तथा वदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् ।
निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या, दद्यादभीतिं सहसा महात्मा ।।41।।

આ રીતે સંસારરૂપી દાવાનળના તાપથી દાઝીને પોતાના શરણમાં આવેલ શિષ્યને
કરુણાભરી દ્રવિત નજરે જોઈને ગુરુએ તત્કાલ અભય પ્રદાન કરવું જોઈએ.

विद्वान् स तस्मा उपसत्तिमीयुषे, मुमुक्षवे साधु यथोक्तकारिणे ।
प्रशान्तचित्ताय शमान्विताय, तत्त्वोपदेशं कृपयैव कुर्यात् ।।42।।

અનન્યભાવે શરણાગત અને સમ્યક્રૂપે આજ્ઞાપાલન કરવા તત્પર, પ્રશાંત ચિત્તવાળા,
ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલ મુમુક્ષુને ગુરુએ કૃપાપૂર્વક આત્મતત્ત્વનો
ઉપદેશ આપવો જોઈએ.

मा भैष्ट विद्वंस्तव नास्त्युपायः, संसारसिन्धोस्तरणेऽस्त्युपायः ।
येनैव याता यतयोऽस्य पारं, तमेव मार्गं तव निदिर्शामि ।।43।।

હે વિદ્વાન ! તું ભયભીત ન થા, તારો વિનાશ નહીં થાય. સંસારરૂપી સાગરને પાર
કરવાનો ઉપાય છે. હવે હું તને એ પથ બતાવું છું, જેના પર ચાલીને
યોગી લોકો તેને પાર કરી ગયા છે.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.