न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः ।
विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते ।।62।।

ઔષધિનું સેવન કર્યા વિના માત્ર ઔષધિ શબ્દનું ઉચ્ચારણ કરવાથી જ રોગ દૂર થતો નથી,
એવી રીતે અપરોક્ષ અનુભૂતિ વિના કેવળ ‘બ્રહ્મ’ શબ્દના ઉચ્ચારણ માત્રથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.

अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः ।
ब्रह्मशब्दैः कुतो मुक्तिरुक्तिमात्रफलैर्नृणाम् ।।63।।

જગતના દૃશ્ય પદાર્થાેનો વિલય કર્યા વિના એટલે કે એ બધા મિથ્યા છે એનું જ્ઞાન લાધ્યા વિના અને
આત્મતત્ત્વને જાણ્યા વિના, ‘બ્રહ્મ’ શબ્દના ઉચ્ચારણ માત્રથી જ તેના ફળ સ્વરૂપે વ્યક્તિને ભલા
મુક્તિ કેવી રીતે મળી શકે ? અર્થાત્ મુક્તિ મળી શકતી નથી.

अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् ।
राजाहमिति शब्दान्नो राजा भवितुमर्हति ।।64।।

શત્રુઓનો સંહાર કર્યા વિના અને સંપૂર્ણ પૃથ્વીની સંપત્તિ પ્રાપ્ત કર્યા વિના
‘હું રાજા છું’ એમ કહેવાથી જ કોઈ રાજા બની શકતો નથી.

 

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.