(શ્રી રામસ્તુતિ)

(મંદાક્રાન્તા-સૉનેટ)

સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની
જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ!
જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ,
સંગે જાગી પવનપટ શું મર્મરો યે મનોની!

ડ્હોળાયું છે તિમિરજળ કૈં ચૈત્રને ૨ક્તસ્યંદ
વર્ણાઈ છે લહરી લહરી ઘટ્ટ ધોળા પરાગે!
રાતાભૂરા ગગનપટથી ડોકિયું કાઢી લાગે
જાણે ઊગ્યો રઘુકુલનભે પૂર્ણ કો રામચંદ!

જાદુ: એને પુનિત સ્પરશે સૌ દિશાઓ પ્રસન્ન!
કોળ્યાં ફૂલે અવધપુર શાં પૃથ્વીનાં કાનનો યે
ફોરી ઊઠ્યાં કુસુમસ૨ખાં સજ્જનોનાં મનો યે
દી’ના થાક્યાં દૃગ પછી શમી જાય એ યાદ ધન્ય;

સંધી એને ચરણ ધરી ચિંતા, સૂતો ચૈત્ર રાત;
જાગું છું તો ઊકલી ગઈ ચિંતા બધી, એવું પ્રાત!

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.