હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં એને પૂછ્યું, ‘હૃદય, આ વાછડાને તું રોજ અહીં શા માટે બાંધી રાખે છે?’ ‘મામા’, એણે કહ્યું, ‘હું એને આપણે ગામ મોકલવા માગું છું. એ મોટો અને ધીંગો થશે ત્યારે, હું એને હળે જોતરવા માગું છું.’ આ શબ્દો મેં સાંભળ્યા તેવો જ મને આઘાત લાગ્યો : ‘આ માયાનો ખેલ કેવો તો અગમ્ય છે.’ કામારપુકુર અને શિહોર કોલકાતાથી ક્યાંય આઘાં છે! આ રાંક વાછડાએ ત્યાં જવું પડશે મોટા થઈને એ હળે જોતરાશે. આ જ તો સંસાર! આ જ માયા! હું બેહોશ થઈ ગયો. લાંબા કાળ પછી જ હું ભાનમાં આવ્યો.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.