નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી. પછી આવજો.’ આમ ઘણો સમય ચાલ્યું અને ઉમેદવાર સાવ નિરાશ થઈ ગયો.

પોતાની વ્યથાની કથા એક દિવસ એણે એક મિત્રને કહી, એ મિત્રે કહ્યું : ‘તું તે કેવો મૂરખ છો! એ માણસ પાસે ધક્કા ખાઈને તારા પગનાં તળિયાં તું શા માટે ઘસે છે? તું ગુલાબ પાસે જા. તને કાલ નોકરી મળી જાશે.’ ‘એમ વાત છે?’ પેલો નોકરીનો ઉમેદવાર બોલ્યો. ‘હું અત્યારે જ એની પાસે ઉપડું છું.’ ગુલાબ પેલા મેનેજરની રખાત હતી. એને મળી પેલા ઉમેદવારે કહ્યું : ‘મા, હું મોટી મુશ્કેલીમાં છું. તમે મને એમાંથી બહાર કાઢો. હું એક રાંક બ્રાહ્મણનો પુત્ર છું. હું મદદ માટે બીજે ક્યાં જઉં? મા, ઘણા દિવસથી મારે નોકરી નથી. મારાં છોકરાંને ભૂખે મરવા ટાણું આવ્યું છે. તમે એક શબ્દ બોલો તો મને નોકરી મળે એમ છે.’

ગુલાબે પૂછ્યું : ‘ઠીક છે, મારે કોને ભલામણ કરવાની છે?’ એને મનમાં થયું : ‘બિચારો બ્રાહ્મણ! એને ખૂબ વેઠવું પડતું લાગે છે.’ ઉમેદવારે એને કહ્યું : ‘તમે મેનેજરને જરાક કહેશો તો મને ચોક્કસ નોકરી મળી જશે.’ ગુલાબ બોલી : ‘આજે જ એને કહીને હું બધું પતાવી દઈશ.’ બીજે જ દહાડે સવારે, એક માણસ ઉમેદવારને ઘેર ગયો અને બોલ્યો: ‘આજથી જ તમારે મેનેજરની ઓફિસમાં કામે ચડી જવાનું છે.’ પોતાના અંગ્રેજ સાહેબને મેનેજરે કહ્યું : ‘આ માણસ બહુ કુશળ છે. મેં એને નીમ્યો છે. પેઢીની આબરુ એ વધારશે.’

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.