એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ ફફડતા. બધી બાબતોની આવશ્યકતા છે.

એક વાર સીતાએ પોતાના પતિને કહ્યું : ‘રામ, અયોધ્યાનું દરેક ઘર મહાલય હોય તો કેવું સારું?’ ઘણાં બધાં ઘર મને જૂનાં ને જર્જરિત દેખાય છે.’ ‘પણ પ્રિયે’ રામ બોલ્યા, ‘બધાં ઘર સુંદર મહાલય બની જાય તો કડિયા શું કરશે?’ ઈશ્વરે બધા પ્રકારની વસ્તુઓ બનાવી છે એણે સારાં વૃક્ષો અને ઝેરી છોડો તેમજ નાળિયેર પણ બનાવ્યાં છે. પ્રાણીઓમાં પણ સારાં-નરસાં અને બધી જાતનાં પ્રાણીઓ છે – વાઘ, સિંહ, સાપ વગેરે. (૧૨)

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.