‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને છે અને પોતાની સ્વાતંત્ર્ય ગુમાવે છે. પછી એ પોતાને ફાવે તેમ વર્તી શકતો નથી.

જયપુરમાં ગોવિંદજીના મંદિરના પૂજારીઓ પહેલાં બ્રહ્મચારી હતા અને તે વેળા, તેઓ ઉગ્ર સ્વભાવના હતા. એક વાર જયપુરના રાજાએ તેમને બોલાવ્યા તો તેમણે દાદ ન દીધી. એમણે દૂતને કહ્યું, ‘રાજાને અમારી પાસે આવવા કહો.’ સલાહ લીધા પછી, રાજા અને એના પ્રધાનોએ એમનાં લગ્ન કરાવી દીધાં. પછી રાજાએ એમને બોલાવવા પડતા ન હતા. જાતે જ તેઓ રાજા પાસે જઈને કહે : ‘મહારાજ, અમે આશીર્વાદ આપવા આવ્યા છીએ. આ મંદિરનાં નિર્માલ્ય છે. કૃપા કરી સ્વીકારો.’ હવે એ રાજા પાસે એટલા માટે આવતા કે, એક કે બીજા કારણસર તેમને પૈસાની જરૂર પડતી – કાં મકાન બાંધવું હોય, કાં પોતાનાં બાળકોનાં અબોટણ હોય કે પોતાનાં છોકરાંઓના અભ્યાસને લગતી કંઈ વિધિઓ હોય.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.