એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ સ્વર્ગેથી પધારો છો?’ નારદ બોલ્યો: ‘હા, એમ જ છે.’ યોગી કહે, ‘તો સ્વર્ગમાં ભગવાનને શું કરતા આપે જોયા છે તે કહેજે.’ નારદે ઉત્તર આપ્યો: ‘ઊંટોને તે હાથીઓને સોયના નાકામાંથી પસાર કરવાની રમત ભગવાનને રમતા મેં જોયા.’ આ સાંભળી પેલો યોગી બોલ્યો: ‘એમાં નવાઈ જેવું કશું નથી. ભગવાન માટે કશું જ અશક્ય નથી!’ પણ બીજો બોલી ઊઠ્યો: ‘છટ્, છટ્! એ અશક્ય જ છે. તમે કદી પ્રભુના ધામમાં ગયા જ નથી.’ પહેલો ભક્ત હતો અને એનામાં બાળકના જેવી શ્રદ્ધા હતી. ભગવાન માટે કશું જ અશક્ય નથી કે એનું સ્વરૂપ કોઈ પૂરું સમજી શકતું નથી. ભગવાન વિશે બધું જ કહી શકાય.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.