‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે જુએ. 

એટલે એક દિવસ તેણે તેના બાપને પૂછ્યું: ‘બાપા, મારો વર ક્યાં?’ 

તેનો બાપ કહે, ‘દીકરી! તારો વર ગોવિંદ. તેમને બોલાવે તો તે દર્શન દે.’ 

તે છોકરી એ વાત સાંભળીને ઓરડામાં બારણાં વાસીને ગોવિંદને બોલાવે અને કહે ‘ગોવિંદ, તમે આવો, મને દર્શન આપો, તમે કેમ આવતા નથી?’ 

નાની બાલિકાનું એ રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. આવીને તેને દર્શન દીધાં.

‘આવી બાળકની જેવી શ્રદ્ધા! બાળક માને જોવા માટે જેવું આતુર થાય, તેવી આતુરતા જોઈએ. એ આતુરતા આવે તો ઈશ્વર-દર્શનનો અરુણોદય થઈ ચૂક્યો સમજવો. ત્યાર પછી સૂર્ય ઊગવાનો જ! એ આતુરતાની પછી તરત જ ઈશ્વર-દર્શન.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.