ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ આપવામાં આવ્યો છે. સ્ટીમર કેટલે સુધી ગઈ હતી તેનો ઘણાયને ખ્યાલ ન હતો. તેઓ તો મગ્ન થઈને શ્રીરામકૃષ્ણની વાત સાંભળી રહ્યા છે. કેવી રીતે સમય ચાલ્યો જાય છે તેનો ખ્યાલ નથી રહેતો.

હવે નાળિયેરનું ખમણ તથા મમરાનો નાસ્તો ચાલે છે. સૌએ થોડો થોડો ખોળામાં લીધો અને ખાવા લાગ્યા, જાણે આનંદનું બજાર. કેશવે મમરાના નાસ્તાની ગોઠવણ કરી છે. એ વખતે ઠાકુરે જોયું કે વિજય અને કેશવ બંને જણ સંકુચિત થઈને બેઠેલા છે. એટલે જાણે કે બે અણસમજુ બાળકોમાં પ્રીતિ કરાવી દેતા ન હોય તેમ બોલ્યા.

શ્રી રામકૃષ્ણ (કેશવ પ્રત્યે) – અરે એય ! આ વિજય આવેલ છે. તમારો ઝઘડો તો જાણે શિવ અને રામનું યુદ્ધ. (હાસ્ય). રામના ગુરુ શિવ. યુદ્ધ પણ થયું અને એ બંને જણમાં પાછો પ્રેમ પણ થઈ ગયો. પરંતુ શિવનાં ભૂતડાં અને રામનાં માંકડાં, એમનો ઝઘડો-કચકચાટ કેમેય મટે નહિ. (ખડખડાટ હાસ્ય). પોતાના માણસોમાં તો એમ થયા જ કરે. લવ-કુશે રામની સાથે યુદ્ધ કર્યું હતું. વળી તમને ખબર છે, કે મા દીકરી જુદા જુદા મંગળવાર રાખે ? માનું મંગળ અને દીકરીનું મંગળ કેમ જાણે કે જુદાં હોય ! પણ માના મંગળથી દીકરીનું મંગળ થાય અને દીકરીના મંગળથી માનું મંગળ થાય. એવી રીતે તમારામાંના એકને એક સમાજ છે તો બીજાને બીજો જોઈએ. (સૌનું હાસ્ય). એ બધું જોઈએ. જો એમ પૂછો કે ભગવાન પોતે લીલા કરી રહ્યા છે, ત્યાં વળી જટિલા-કુટિલાની શી જરૂર ? જટિલા-કુટિલા ન હોય તો લીલા જામે નહિ. (સૌનું હાસ્ય). રંગત જામે નહિ (ખડખડાટ હાસ્ય).

રામાનુજ વિશિષ્ટાદ્વૈતવાદી, તેમના ગુરુ હતા અદ્વૈતવાદી. છેવટે બેય વચ્ચે મતભેદ. ગુરુ અને શિષ્ય પરસ્પરના મતનું ખંડન કરવા લાગ્યા. એ તો એમ ચાલ્યા જ કરે. ગમે તેમ તોય પોતાનું માણસ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ : ૧, પૃ. ૧૦૬-૧૦૭)

Total Views: 163
By Published On: March 1, 2014Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram