એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના શબ્દો સાચા પડ્યા. એ જ વેળા દૂર એક મોટું જહાજ જતું હતું અને એના બધા સઢ ખુલ્લા હતા. અને જેવો પવન થંભી ગયો તેવું એ ડૂબી ગયું અને એમાં બેઠેલા બધા મુસાફરોને સાથે લેતું ગયું.

હવે આ બધા પ્રવાસીઓના મોતનું પાપ આ સિદ્ધને લાગ્યું, પરિણામે એની બધી શક્તિઓ હરાઈ ગઈ અને એ નરકવાસી બન્યો.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.