એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી મિલકત મારી છે; આ બધાં ઘર અને બાગબગીચા બધુંય મારું છે.’ એ આ તોરમાં બોલે અને, ગર્વથી ચાલે. એના શેઠની મનાઈ છતાં, એક દહાડો એ બંગલાના બાગમાંના તળાવમાંથી એ માણસે એક માછલું પકડ્યું.

દુર્ભાગ્યે, બરાબર એ જ વખતે એનો શેઠ ત્યાં આવી ચડ્યો અને, મકાનનું ધ્યાન રાખનાર કેવો નિમકહરામ છે તે એણે જોયું. એની અપ્રામાણિકતા જોઈને શેઠે એને તરત જ જાગીર પરથી કાઢી મૂક્યો. કદરહીન અને અપમાનિત થયેલા એ માણસની આગલી કમાણી પણ શેઠે જપ્ત કરી. પોતાનાં ઠામવાસણની જર્જરિત પેટી પણ એ બિમારો સાથે ન લઈ જઈ શક્યો.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.