ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’

એક કથા સાંભળો. એક માણસે પોતાના મિત્રને કહ્યું : ‘ભયંકર કડાકા સાથે એક મકાનને મેં થોડીવાર પહેલાં જ પડતું જોયું. ‘હવે આ વાત એ જે માણસને કરતો હતો તેણે અંગ્રેજી શિક્ષણ લીધું હતું. એ બોલ્યો, ‘જરા ઊભો રહે. છાપામાં મને એ જોઈ લેવા દે.’ એણે છાપું વાંચ્યું પણ, કડાકા સાથે મકાન પડી ગયાના સમાચાર તેને સાંપડ્યા નહીં. એટલે એણે પોતાના મિત્રને કીધું, ‘હું તારી વાત કંઈ માનતો નથી. અખબારમાં એ સમાચા૨ નથી એટલે, સાવ જૂઠ છે.’

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.