એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને એની દુકાને દાગીના ઘડાવવા જતા. આવો ધાર્મિક માણસ છે એટલે ‘એ કદી છેતરશે નહીં એમ તેમને લાગતું. એની દુકાને ઘરાકો આવે ત્યારે, એનો એક કારીગર ‘કેશવ! કેશવ!’ એમ બોલી ઊઠે. થોડી વાર પછી બીજો બોલે, ‘ગોપાલ! ગોપાલ!’ પછી ત્રીજો બોલે ‘હરિ! હરિ!’ અંતે કોઈ બોલી ઊઠે, ‘હર! હર!’ આ બધાં ભગવાનનાં જુદાં જુદાં નામ છે એ તમે જાણો છો. આમ દુકાનમાં ભગવાનનાં નામ લેવાતાં સાંભળીને ઘરાકોને થતું કે આ સોની તો ખૂબ ધાર્મિક માણસ છે. પણ સોનીનો સાચો હેતુ તમે કલ્પી શકો છો? જે માણસ ‘કેશવ! કેશવ!’ બોલતો તે પૂછતો કે, ‘આ બધા ઘરાક કેવા છે?’ ‘ગોપાલ! ગોપાલ!’ બોલનાર મનુષ્ય કહેવા માગતો કે ‘આ સૌ તો ગાયનું ધણ છે.’ એમની સાથે થોડીક વાત કર્યા પછી એણે એમને માપી લીધા હતા. ‘હરિ! હરિ!’ બોલનાર કહેતો કે, ‘આ બધા ગાયના ધણ જેવા છે તો, આપણે એમને લૂંટી ન લઈએ?’ ‘જે ‘હર! હર!’ કહેતો તેનો અર્થ હતો કે, ‘આ બધા ગાયના ધણ જેવા છે તો, એમને બરાબર લૂંટી જ લો.’

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.