આપણી મનોવૃત્તિની બીજી બાજુનો ખ્યાલ આપતાં કવિ કહે છેઃ

Doubting that they themselves possessed,
The strength and skill for every
Uncertain of the truths, they know,
Not sure that they could stand to fate,
With all the courage of the great.

-તેમની પોતાની જે ક્ષમતાઓ હતી, તેના વિષે પણ તેમના મનમાં શંકા હતી. તેમને ખ્યાલ ન હતો કે જીવનની પ્રત્યેક કસોટીનો સામનો કરવાનું સામર્થ્ય અને કૌશલ તેમનામાં રહેલાં જ છે. વળી તેઓ પાસે જે કાંઈ જાણકારી હતી, તેના સાચાપણા વિષે પણ તેઓ નિર્ણય કરી શકતા ન હતા. તેમને એ પણ ખબર ન હતી કે મહામાનવોની જેમ તેઓ પણ હિંમતથી દૈવનો સામનો કરી શકે એમ હતા.

આપણા ચિન્તકે લઘુતાગ્રંથિથી પીડાતા લોકોના માનસ પર અહીં વિસ્તૃત પ્રકાશ પાડ્યો છે. તેમને પોતાની આવડતોની બાબતમાં શંકા હોય છે. આત્મવિશ્વાસનો અભાવ એ મહાનતાના માર્ગનો મોટો અવરોધ છે. માણસે પોતાની શક્તિને કસવાની હોય છે. આ કસવાની પ્રક્રિયામાં જેટલા ઊંડા ઊતરીએ તેટલા આપણે સામાન્યતાના ભોગ બની જઈએ!

આવા લોકો પ્રારબ્ધનો આશ્રય લઈને અલ્પતાઓથી સંતોષ માની લેતા હોય છે. કવિ આવા લોકોની આ મનઃસૃષ્ટિ સામે લાલબત્તી ધરે છે. આજના મહાપુરુષો આવી જ મનોમંથનની પળોમાંથી પસાર થયા હોય છે. તમે તેમના ભૂતકાળ વિષે નથી જાણતા એટલે જ તેમના તરફ અહોભાવથી તાકતા રહો છો.

આવી સામાન્યતામાં જ તેઓ એક દિવસ રહયા હતા. પણ તેમની વિશેષતા એ હતી કે આ મહાપુરુષો લાંબા સમય સુધી સામાન્યતાના પ્રવાહ સાથે તણાતા ન રહ્યા. તેમના જીવનમાં એક વળાંક આવ્યો… કવિ આલેખે છે કેઃ

Then came a day when they
Their first bold venture made

-તેમના જીવનમાં એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે પોતાના જીવનનું પ્રથમ સાહસ હિંમતભેર ખેડી નાખ્યું,

તેમણે શું કર્યું, તેનો ખ્યાલ આપતાં કવિ વર્ણવે છેઃ

Scoring to cry for aid
They dared to stand to fight alone
Took up the gaunflet life had’ thrown.

-મદદ કે સહાય માટે બૂમો પાડવાનું છોડી દઈને તેમણે એકલે હાથે જ લડી લેવાનો નિર્ણય કરી નાખ્યો-હિંમતપૂર્વક લડ્યા અને જીવને જે પડકાર ફેંક્યો હતો, તેને તેમણે ઝીલી લીધો.
લઘુતાગ્રંથિવાળા માણસો અન્ય લોકોની મદદની રાહ જોઈને બેસતા હોય છે. મહામાનવો એ ગ્રંથિમાંથી મુક્ત થઈ ગયા. તેમણે બીજાની મદદ માટેની અપેક્ષા પર ચોકડી મારી દીધી અને જીવનના પડકારોને એકલે હાથે ઝીલી લેવાનો નિર્ધાર કરી નાખ્યો.

Charged full front to the gray,
Mastered their fear of the self and then
Learned that our great
men are but men

-તેમણે મોરચા પર દૃઢ નિશ્ચયથી ઊભા રહેવાનો નિર્ધાર કરી લીધો, તેમણે પોતાના તરફથી ઊભી થતી બીક પર પ્રભુત્વ સ્થાપિત કરી દીધું અને પછી જ તેમને ખબર પડી કે આપણા નરપુંગવો પણ માનવો જ છે.
માનસિક તૈયારીએ-વિચારપરિવર્તને-તેમને સાચે માર્ગે વાળ્યા. તેઓ આત્મભીતિ-આત્મવિશ્વાસના અભાવમાંથી મુક્ત થયા. દૃઢ આત્મપ્રભાવ કેળવ્યો અને ત્યારે તેમને જાણવા મળ્યું કે મહાપુરુષો પણ હાડચામના માણસો જ છે.
તો આ છે મહાપુરુષોના ઉત્થાનની કથા અને હવે કવિમાંનો ઉપદેશક કે હિતેચ્છુ પ્રકટ થાય છે. કવિ હાકલ કરે છેઃ

Oh youth, go forth and do!
You, too, to fame may rise;
You can be strong and wise!

જુવાનિયાઓ, આગળ ધસો અને કામ કરવા માંડો. તમને પણ કીર્તિ મળી શકે છે, તમે પણ સામર્થ્યવાળા અને સમજદાર બની શકો છો.
કવિની યુવાનો માટે શીખ છે કે તેઓ જો આગળ ધસવાનો સંકલ્પ કરે અને કામ કરવા માંડે તો મહામાનવોએ જે કીર્તિનાં શિખરો સર કર્યાં છે, તે શિખરો સર કરવાં દુષ્કર નથી. આ વાત સામર્થ્ય અને સમજદારી કેળવવાની બાબતમાં પણ એટલી જ સાચી છે. આ માટે જે સજ્જતા જોઈએ તેનો સંચાર બતાવતાં કવિ શીખ આપે છેઃ

Stand up to life and play the man
You can if you’ll but think you can;

-જીવન સામે સજ્જતા કેળવી મર્દાનગીથી કામ કરી ફિટો- પુરુષ તરીકેની ભૂમિકા ભજવી નાખો. તમે ધારો તો કામ કરી શકો છો. પણ શરત એ છે કે તમારા મનમાં વિચાર એ હોવો જોઈએ કે, ‘હું પણ કરી શકું છું.’
મર્દાનગી કેળવવાના અનુરોધની બીજી બાજુ કવિ દર્શાવે છે, તે છે માણસે એવું નિર્ણાયક બળ કેળવવાની જરૂર છે કે હું પણ કાંઈક કરી શકું છું, હું પણ કાંઈક છું, હું પણ બીજા કોઈથી ઓછો ઉતરું એવો નથી.
પછી ચિન્તક કવિ આજના મહાપુરુષો અને લઘુતાગ્રંથિથી પીડાતા લોકો વચ્ચે કોઈ તફાવત નથી, તેવું રહસ્ય છતું કરતાં કહી દે-

The great were once as you!
You envy them their proud success?
It was won with gifts that you possess.

-મહાપુરુષો પણ તમારા જેવા જ હતા. તમને તેમની ગૌરવશાળી સફળતાની અદેખાઈ આવે છે ને? (તો હું તમને તેનું રહસ્ય બતાવી દઉં કે) તમને જે ક્ષમતા ઈશ્વરે બક્ષેલી છે, તેના થકી જ તેમણે એ સફળતા હાંસલ કરી હતી.
મહાપુરુષો અને સામાન્ય માનવ વચ્ચેની લક્ષ્મણરેખા બહુ પાતળી છે. બન્ને ઈશ્વરના જ અંશો છે, તેથી બન્ને પાસે ઈશ્વરદત્ત સામર્થ્ય વારસાગત છે જ. પણ એકને તેનો ઉપયોગ કરતાં આવડે છે, બીજાને આવડતો નથી. અહીં ખૂટતું તત્ત્વ આત્મવિશ્વાસ છે. આ તત્ત્વ જો હાથવગું થઈ જાય તો બેડો પાર થઈ જાય; આપણે પણ મહામાનવોએ કરેલાં કાર્યો કરી શકીએ.

કવિએ આ કાવ્યમાં લઘુતાગ્રંથિથી પીડાતા લોકોને સરસ માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે. બેસાડીને કોઈ વડીલ વાતચીત કરી રહ્યા હોય તેવી બોલચાલની ભાષાનો પ્રયોગ કવિએ અહીં કર્યાે છે અને યુવાનોને જિંદગીનું વિચારભાથું અહીં બંધાવી દીધું છે. ભારતીય જનમાનસની દૃષ્ટિએ આપણે વધારે સ્પષ્ટતા ખાતર ઉમેરી લઈએ કે સામાન્ય માણસ પાસે ક્ષમતા-સામર્થ્ય શક્તિ હોય છે જ, પણ તેના અસ્તિત્વનું ભાન કરાવનાર કોઈક વડીલ, ગુરૂની આવશ્યકતા રહે છે.

people being successful is
that they always prefer walking
that extra mile from where
the unsuccessful people return.

Total Views: 618

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.