બાંકુડા જિલ્લાના મયનાપુર ગામમાં જન્મ થયો હતો. પિતાનું નામ હલધર સેન તથા માતાનું નામ વિધૂમુખીદેવી હતું.

તેમનો વર્ણ ઘનશ્યામ હતો. રોગીષ્ટ શરીર તથા કુરૂપ આકૃતિને કારણે સ્વામી વિવેકાનંદ મજાકમાં તેમને ‘શાંકચૂન્ની’ (કુરૂપ-પ્રેત) કહીને બોલાવતા. શરૂઆતના જીવનમાં અક્ષયકુમાર કોલકાતાના જોડાસાંકોના ઠાકુર પરિવારનાં બાળકોને ભણાવતા હોઈ બધા તેમને ‘અક્ષય માસ્ટર’ કહીને બોલવાતા. પહેલી પત્નીના મૃત્યુ પછી તેમણે બીજીવાર લગ્ન કર્યાં. તેઓએ તેમના પાછલા જીવનમાં વસુમતી પત્રિકાની ઓફિસમાં નોકરી સ્વીકારી હતી. અક્ષયકુમાર ઠાકુરના ગૃહસ્થ ભક્ત હતા. દેવેન્દ્રનાથ મજુમદાર સાથે કાશીપુરમાં ઠાકુરના બીજા ભક્ત મહિમાચરણ ચકન્વર્તીના ઘરે શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન કર્યાં અને તેમની કૃપા ષ્ટિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેઓએ દક્ષિણેશ્વર આવવાજવાનું શરૂ કર્યું અને ઠાકુરનો પવિત્ર સંગ પ્રાપ્ત કર્યાે હતો. કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના કલ્પતરુ થવાના દિવસે અક્ષયકુમાર પણ હાજર હતા. ઠાકુરે તે દિવસે અક્ષયકુમારને પોતાની પાસે બોલાવીને તેમની છાતીએ સ્પર્શ કરી કાનમાં ‘મહામંત્ર’ આપ્યો હતો. પાછળના સમયમાં દેવેન્દ્રનાથ મજુમદારના પરામર્શથી, સ્વામી વિવેકાનંદના ઉત્સાહ અને સર્વાેપરી શ્રીશ્રીમાના આશીર્વાદથી ઠાકુરના લીલા સંબંધિત ‘શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ’ની કાવ્યાત્મકરૂપે રચના કરી હતી. એ ગ્રંથ તેમના જીવનની અક્ષયકીર્તિ છે. તેમનો લખેલ બીજો પ્રખ્યાત ગ્રંથ એટલે ‘શ્રીરામકૃષ્ણ મહિમા’. આ બંને ગ્રંથોના કારણે શ્રીરામકૃષ્ણની મંડળીમાં તેઓ વિશેષ સુપરિચિત થયા છે. શ્રીશ્રીઠાકુરની મહાસમાધિના સમયે અક્ષય તે જગ્યાએ હાજર હતા. અક્ષયકુમારનું અંતિમ જીવન પોતાના ગામમાં પસાર થયું હતું.

Total Views: 303
ખંડ 51: અધ્યાય 17 : વિજય વગેરે ભક્તોની સાથે પ્રેમાનંદે
અઘોર ભાદૂડી