તેઓ નાટ્યકાર ગિરીશચંદ્ર ઘોષના નાના ભાઈ હતા. તેઓ કોલકાતા હાઈકોર્ટના વકીલ હતા અને કોલકાતાના બાગબજાર મહોલ્લાના રહેવાસી હતા. તેઓ ઠાકુરના ભક્ત હતા. બાગબજારના દીનનાથ બસુના ઘરે પ્રથમ દર્શન થયાં હતાં. શરૂઆતમાં તેઓ ઠાકુરથી દૂર રહેતા અને મજાકમાં ઠાકુરને રાજહંસ કહેતા. ઠાકુરે આ વાત સાંભળી સસ્નેહે તેમની તે ઉક્તિનું સમર્થન કર્યું, જેથી અતુલ અભિભૂત થયા અને ઠાકુરના કૃપાલાભથી ધન્ય થયા. ૧ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ કલ્પતરુ અવસ્થામાં ઠાકુરનાં દર્શન કરવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું.

Total Views: 267
અચલાનંદ તીર્થાવધૂત
શ્રીરામકૃષ્ણ અશ્વિનીકુમાર વગેરે ભક્તો સાથે