તેઓ તાંત્રિક વીરભાવના સાધક હતા. તેમનું પૂર્વનામ રામકુમાર હતું. બીજા મત અનુસાર એમનું નામ રાજકુમાર હતું. તેમનું ઘર હુગલી જિલ્લાના કોતરમાં હતું. ઠાકુર સાથે તેમનો પ્રથમ મેળાપ દક્ષિણેશ્વરમાં થયો હતો. વચ્ચે વચ્ચે તેઓ દક્ષિણેશ્વરમાં આવીને રહેતા હતા. ક્યારેક ક્યારેક શિષ્યો સાથે પંચવટીમાં સાધના માટે બેસતા હતા. મદ્યપાન કરીને તેઓ સ્ત્રીઓ સાથે વીરભાવની સાધના કરતા હતા. આ વીરભાવની સાધના સંબંધે ઠાકુર સાથે તેમને ચર્ચા થતી હતી. ઠાકુર તેમની વીરભાવની સાધનાને સમર્થન નહોતા આપતા. ઠાકુર કહેતા કે બધી સ્ત્રીઓ તેમની પાસે માનાં જુદાં જુદાં રૂપ છે. અચલાનંદે લગ્ન કર્યાં હતાં અને પુત્રાદિ પણ હતાં, પરંતુ તેમની સારસંભાળ નહોતા રાખતા. તેઓ કહેતા કે ઈશ્વર તેમને જોશે. પરંતુ નામ, યશ, ધન પ્રત્યે તેમને આકર્ષણ હતું.
Total Views: 239




