સાડા પાંચ છ વાગ્યાનો સમય. ઠાકુર ભક્તો સાથે પોતાના ઓરડાની દક્ષિણપૂર્વ ઓસરીમાં બેઠેલા છે. ભક્તો જોયા કરે છે.

શ્રીરામકૃષ્ણ (કેદાર વગેરે ભક્તોને): સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો ઈશ્વરચિંતન ન કરે, એ જો ભગવાનનું નામ ન લે, તો લોકો તેની નિંદા કરે.

ભવનાથ

‘પણ સંસારી માણસ જો હરિ-નામ લે તો તેની બહાદુરી કહેવાય. જુઓ, જનક રાજા ખૂબ બહાદુર. તે બે તલવાર ફેરવતા, એક જ્ઞાનની અને એક કર્મની. એક બાજુ પૂર્ણ બ્રહ્મજ્ઞાન અને બીજી બાજુએ સંસારનાં કામકાજ કરે. વંઠેલી સ્ત્રી ઘર-સંસારનું બધું કામ કાળજીપૂર્વક કરે, પણ નિરંતર પોતાના જારનું ચિંતન કર્યા કરે.

‘સાધુ-સંગની હમેશાં જરૂર છે. સાધુ ઈશ્વરની સાથે ઓળખાણ કરાવી આપે.’

કેદાર: જી હાં. મહાપુરુષો જીવોના ઉદ્ધાર માટે આવે. જેમ કે રેલગાડીનું એન્જિન, પાછળ કેટલાય ડબ્બા જોડેલા હોય તેમને તાણીને લઈ જાય. અથવા જેવી કે નદી યા તળાવ, કેટલાય જીવોની તરસ છીપાવે.

ધીરે ધીરે ભક્તો ઘેર જવા માટે તૈયાર થયા. એક એક કરીને બધાએ ઠાકુર શ્રીરામકૃષ્ણને જમીન પર નમીને પ્રણામ કર્યા અને તેમની ચરણરજ લીધી. ભવનાથને જોઈને ઠાકુર કહે છે, ‘તું હવે આજે જતો નહિ, તમને જોઈને જ ઉદ્દીપન થાય.’

ભવનાથે હજી સંસારમાં પ્રવેશ કર્યો નથી. વય ઓગણીસ-વીસ, ગૌરવર્ણ, સુંદર શરીર, ઈશ્વરનું નામ લેતાં તેની આંખમાં અશ્રુ આવે. ઠાકુર તેને સાક્ષાત્ નારાયણરૂપે દેખે છે.

Total Views: 503
ખંડ 11: અધ્યાય 9: પંચવટી તળે કીર્તનાનંદ
ખંડ 11: અધ્યાય 11: દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીઅમૃત, શ્રીત્રૈલોક્ય વગેરે બ્રાહ્મભક્તો સાથે કથોપકથન