શ્રીરામકૃષ્ણ (વિદ્યા-અભિનેતાને) – આત્મ-દર્શનનો ઉપાય અંતઃકરણની આતુરતા. કાયા, મન, વાણીથી ઈશ્વરને પામવાનો પ્રયાસ. જ્યારે શરીરમાં બહુ પિા ભેગું થાય ત્યારે કમળો થાય, તેથી બધું પીળું દેખાય. પીળા વિના બીજો રંગ ન દેખાય.

‘તમે અભિનયવાળાઓની અંદર પણ જેઓ માત્ર સ્ત્રીનો જ અભિનય કરે તેમનો સ્ત્રી-ભાવ થઈ જાય. સ્ત્રીનું ચિંતવન કરતાં કરતાં સ્ત્રીના જેવા હાવભાવ બધું થઈ જાય. એવી રીતે રાતદિવસ ઈશ્વરનું ચિંતવન કરતાં કરતાં ઈશ્વરનું જ સત્ત્વ અંદર આવે. 

મનને જે રંગમાં બોળો, તે રંગનું એ થઈ જાય. મન જાણે કે ધોબીને ત્યાંથી આવેલું કપડું.

વિદ્યા-અભિનેતા – તો પણ એક વખત ધોબીને ત્યાં તો દેવું જોઈએ.

શ્રીરામકૃષ્ણ – હા, પહેલાં ચિત્ત-શુદ્ધિ. ત્યાર પછી મનને જો ઈશ્વર-ચિંતનમાં રાખી મૂકો તો એ જ રંગ રહે. તેમ જો સંસાર ચલાવવો, નાટકિયાનું કામ કરવું વગેરેમાં નાખી રાખો, તો એ એના જેવું થઈ જવાનું.

Total Views: 210
ખંડ 19: અધ્યાય 25 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ - ફલહારિણી પૂજા અને વિદ્યાસુંદરની યાત્રા
ખંડ 19: અધ્યાય 27 : હરિ (તુરીયાનંદ), નારા’ણ વગેરે ભક્તો સાથે