ઠાકુરે પાણી પીવા માગ્યું. તેમની પાસે એક પ્યાલો પાણી રાખી મૂકવામાં આવ્યું હતું. એ પાણી તેઓ પી શક્યા નહિ. બીજો એક પ્યાલો લાવવાનું કહ્યું. પાછળથી સાંભળવામાં આવ્યું કે કોઈ ઘોર ઇંદ્રિયાસક્ત વ્યક્તિએ જળને સ્પર્શ કર્યાે હતો!

પંડિત (હાજરાને) – આપ આમની સાથે રાતદિવસ રહો છો. આપ મહાનંદમાં રહો છો!

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – આજ તો મારે ધન્ય ભાગ્ય, ધન્ય ધન્ય દિન! મેં તો બીજનો ચંદ્ર જોયો! (સૌનું હાસ્ય). બીજનો ચંદ્ર શા માટે કહ્યું, ખબર છે? સીતાએ રાવણને કહ્યું, રાવણ પૂનમનો ચાંદો અને મારા રામચંદ્ર બીજનો ચંદ્ર. રાવણ તેનો અર્થ સમજી શક્યો નહિ એટલે તે બહુ રાજી થયો. સીતાના કહેવાનો હેતુ એ કે રાવણની સુખ સમૃદ્ધિ જેટલી વધવાની હતી તેટલી વધી ચૂકી છે, હવે પૂનમના ચંદ્રની પેઠે રોજ રોજ ઘટતી ચાલશે; જ્યારે રામચંદ્ર બીજનો ચંદ્ર, તેમની રોજ રોજ વૃદ્ધિ થતી જશે.

ઠાકુર ઊભા થયા. બંધુબાંધવોની સાથે પંડિતે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. ઠાકુર ભક્તો સાથે રવાના થયા.

Total Views: 270
ખંડ 22: અધ્યાય 5 : તીર્થયાત્રા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ - આચાર્યના ત્રણ પ્રકાર
ખંડ 22: અધ્યાય 7 :