આજ ૧૬ આસો સુદ અગિયારસ. બુધવાર, પહેલી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર દક્ષિણેશ્વરથી અધરને ઘેર આવી રહ્યા છે. સાથે નારાયણ, ગંગાધર. રસ્તામાં અચાનક ઠાકુરને ભાવસમાધિ થઈ. ઠાકુર ભાવમાં બોલે છે: ‘હું માળા જપું? હેક થૂ! આ શિવ તો પાતાળ ફાડીને નીકળેલા શિવ! સ્વયંભૂ લિંગ!’

ઠાકુર અધરને ઘેર આવી ગયા છે. ત્યાં અનેક ભક્તોનો સમાગમ થયો છે. કેદાર, વિજય, બાબુરામ વગેરે ઘણાય હાજર છે. કીર્તનકાર વૈષ્ણવચરણ આવ્યા છે. ઠાકુરના આદેશ અનુસાર અધર દરરોજ ઓફિસેથી આવીને વૈષ્ણવચરણને મોઢેથી કીર્તન સાંભળે. વૈષ્ણવચરણનું સંકીર્તન અતિશય મીઠું. આજ પણ સંકીર્તન થવાનું છે. ઠાકુરે અધરના દિવાનખાનામાં પ્રવેશ કર્યાે. ભક્તો બધાએ ઊભા થઈને તેમને ચરણે વંદના કર્યાં. ઠાકુર હસતે ચહેરે આસન પર બેઠા. પછી તેઓ પણ બેઠા. કેદાર અને વિજયે પ્રણામ કર્યા પછી ઠાકુરે નારાયણ અને બાબુરામને તેમને પ્રણામ કરવાનું કહ્યું; અને બોલ્યા કે આપ આશીર્વાદ આપો કે જેથી એમને ભક્તિ થાય. નારાયણને દેખાડીને બોલ્યા કે આ છોકરો બહુ સરલ. ભક્તો બાબુરામ અને નારાયણને એક નજરે જોઈ રહે છે.

ગંગાધર (સ્વામી અખંડાનંદ)

શ્રીરામકૃષ્ણ (કેદાર વગેરે ભક્તોને): તમારી સાથે રસ્તામાં મેળાપ થઈ ગયો તે ઠીક થયું, નહિતર તમે કાલી-મંદિરે જઈ પહોંચત. ઈશ્વરની ઇચ્છાથી મેળાપ થઈ ગયો.

કેદાર (નમ્રતાપૂર્વક, હાથ જોડીને): ઈશ્વરની ઇચ્છા તે આપની ઇચ્છા.

ઠાકુર હસે છે.

Total Views: 353
ખંડ 31: અધ્યાય 5 : ઈશ્વર અભિભાવક - શ્રીરામકૃષ્ણની માતૃભક્તિ - સંકીર્તનાનંદમાં
ખંડ 32: અધ્યાય 2 : ભક્તો સાથે કીર્તનાનંદે