શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)

સંધ્યા થઈ. શ્રીરામકૃષ્ણ પથારીમાં બેઠાં બેઠાં શ્રીજગદંબાનું ચિંતન અને નામ-સ્મરણ કરી રહ્ય છે. ઘણાય ભક્તો તેમની પાસે ચૂપચાપ બેઠેલા છે.

થોડીવાર પછી ડૉક્ટર સરકાર આવી પહોંચ્યા. ઓરડામાં લાટુ, શશી, શરત, છોટો નરેન, પલ્ટુ, ભૂપતિ, ગિરીશ વગેરે અનેક ભક્તો આવ્યા છે. ગિરીશની સાથે ગાયક-નટ શ્રીયુત્ રામતારણ આવેલ છે, ગીત ગાવા માટે.

ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – કાલે રાતે ત્રણ વાગ્યે મને તમારી બહુ જ ચિંતા થયેલી. વરસાદ થયો, એટલે વિચાર આવ્યો કે ત્યાં બારણું ખુલ્લું રાખ્યું હશે કે શું થયું હશે એ કોણ જાણે!

શ્રીરામકૃષ્ણ ડૉક્ટરનો સ્નેહ જોઈને પ્રસન્ન થયા છે અને કહે છે, ‘કહો છો શું?’

‘જયાં સુધી શરીર છે, ત્યાં સુધી તેની સંભાળ લેવી જોઈએ.

પરંતુ હું તદૃન સ્પષ્ટ જોઉં કે આ દેહ મારાથી અલગ. કામિની-કાંચન ઉપરથી પ્રેમ જો તદૃન ચાલ્યો જાય, તો બરાબર સમજી શકાય કે દેહ જુદો અને આત્મા જુદો. નાળિયેરની અંદરનું પાણી સાવ સૂકાઈ જાય એટલે ગોટો જુદો અને આત્મા જુદો. નાળિયેરની અંદરનું પાણી સાવ સૂકાઈ એટલે ગોટો જુદો અને કાચલી જુદી થઈ જાય. ત્યારે ખબર પડે કે નાળિયેરનો ગોટો ખડખડ, ખડખડ કરે છે. જેવી રીતે મ્યાન અને તલવાર; મ્યાન જુદું, તલવાર જુદી.

એ કારણ દેહને માટે હું ઈશ્વરને કહી શકતો નથી.’

ગિરીશ – પંડિત શશધર કહેતા હતા કે ‘આપ સમાધિ અવસ્થામાં દેહની ઉપર મનને એકાગ્ર કરજો, એટલે દરદ મટી જશે.’ આમણે (શ્રીરામકૃષ્ણે) ભાવ-અવસ્થામાં જોયું કે શરીર જાણે કે સડેલા વાસી માંસના લોચાનો ઢગલો!

(પૂર્વકથા – મ્યુઝિયમ દર્શન અને પીડા સમયે પ્રાર્થના)

શ્રીરામકૃષ્ણ – ઘણાય દિવસ થયા; મને એ વખતે ખૂબ પેટની વેદના. કાલી-મંદિરમાં બેઠો’તો. ત્યાં માતાજીની પાસે શરીરને માટે પ્રાર્થના કરવાની ઇચ્છા થઈ. પરંતુ બરાબર રીતે ‘હું પોતે’ એમ બોલી શકાયું નહિ. બોલાયું એમ, ‘કે મા, હૃદુ તમારી પાસે દરદ મટાડવાની વાત કરવાનું કહે છે.’ એથી વધારે મારાથી બોલી શકાયું નહિ. બોલતાં બોલતાં તરત જ મનની સામે આવ્યું સુસાઈટ (Asiatic Society’s Museum); અને ત્યાંનું તારથી બાંધેલું માણસનું (Skeleton) હાડપિંજર. તરત મેં કહ્યું ‘મા, તમારાં નામ-ગુણગાન કરતો ફરીશ; તો દેહને જરા તારના આંટા દઈને બાંધી દોઃ પેલા (હાડપિંજર)ની પેઠે!’ સિદ્ધિ માગી લેવાની ઇચ્છા જ થતી નથી.

‘શરૂ શરૂમાં હૃદુ કહેતો, હૃદુની ‘ઓંડર’ (under) નીચે હતો ને એટલે, કે ‘માતાજીની પાસેથી થોડીક શક્તિ માગો.’ કાલી-મંદિરમાં શક્તિ માગવા ગયો તો દેખાયું કે ત્રીસ-પાંત્રીસ વરસની વેશ્યા, કપડાં ઊંચાં લઈને ભડ ભડ કરતીને શૌચ કરી રહી છે! એવું દર્શન થતાં હૃદુ ઉપર ખૂબ જ ખીજ ચડી, એણે શા માટે મને સિદ્ધિ માગવાનું શીખવ્યું?

(શ્રીયુત્ રામતારણનું ગીત – ઠાકુરની ભાવાવસ્થા)

ગીત : ‘મારી આ શોખની વીણા, યતને ગૂંથ્યો તારનો હાર,

જે જુગતે જાણે, બજાવે વીણા, ઊઠે સુધા વારંવાર –

તાને માને બાંધી રે દોરી, શત ધારે વહે માધુરી;

વાગે નહિ અલગ તારે, તાણ્યે તૂટે કોમળ તાર…’

ડૉક્ટર (ગિરીશને) – આ બધાં ગીતો શું ઓરિજિનલ (નવાં)?

ગિરીશ – ના, Adwin Arnold નું Thought (ચિંતન) (એડવીન આર્નાેલ્ડના ભાવને અનુરૂપ ગીત).

રામતારણ પ્રથમ બુદ્ધ ચરિતમાંથી ગીત ગાય છે :

ગીત : ‘શાંતિ ચાહું, પામું ક્યાં હું, ક્યાં થકી આવું, જાઉં ક્યાં હું;

ફરી ફરી આવું, હસું અને રોઉં, જાઉં હું ક્યાં એ સદા વિચારું…’

કરો હે ચેતન, કોણ છો ચેતન, કેટલા દિને રે ભાંગશે સ્વપ્ન,

ઉઘાડો મા, રે હવે વધુ વાર, દારુણ આ ઘોર ગાઢ અંધકાર…

કરો તમોનાશ, થાઓ હે પ્રકાશ, તમ વિણ હવે નહિ જ ઉપાય,

તવ પદે તેથી શરણ ચાહું!…

આ ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવમગ્ન થયા છે.

ગીત : ખળ ખળ વહો રે જળ..

(સૂર્યના અંતર્યામી દેવનું દર્શન)

આ ગીત પૂરું થયા પછી ઠાકુરે કહ્યું – આ શું કર્યું? દૂધપાક પછી લીમડાનું પાણી? જેવું તમે ગાયું કે ‘કરો તમો નાશ,’ કે તરત જ દેખાયો સૂર્ય. ઉદય થતાં વેંત ચારે બાજુનો અંધકાર નાશ પામી ગયો અને એ સૂર્યને ચરણે સૌ કોઈ શરણાગત થઈને પડ્યા છે!’

રામતારણ પછી ગાય છે :

ગીત : દીનતારિણી દૂરિતવારિણી, સત્ત્વરજઃતમઃ ત્રિગુણધારિણી,

સૃજન પાલન નિધનકારિણી, સગુણાનિર્ગુણા સર્વસ્વરૂપિણી.

ગીત : ધર્મ કર્મ બધાં ગયાં, જાણે શ્યામાપૂજા ન થઈ રે,

અંકુશે ન આણું મન કોઈ રીતે, અરે! આ તે કેવી યંત્રણા કહો રે.

આ ગીત સાંભળીને ઠાકુર ભાવાવિષ્ટ થયા.

ગીત : લાલ જાસૂદ કોણે દીધું તવ પાયે ખોબલે ખોબલે ભરીને…

Total Views: 376
ખંડ 42: અધ્યાય 7 : પાર્ષદો સાથે - અવતાર સંબંધી વાતો
ખંડ 42: અધ્યાય 8 : ઈશ્વર-દર્શન (God Vision), અવતાર પ્રત્યક્ષ-સિદ્ધ