ડૉક્ટર ચાલ્યા ગયા. ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે એકલા માસ્ટર બેઠા છે અને એકાંતમાં વાતો ચાલે છે. માસ્ટર ડૉક્ટરને ઘેર ગયા હતા એ બધી વાતો ચાલે છે.

માસ્ટર (શ્રીરામકૃષ્ણને) – ડૉક્ટર લાલ માછલીઓને એલચીનાં ફોતરાં દેતા હતા અને ચકલીઓને ઘઉંના લોટની ગોળીઓ નાખતા હતા. એ પરથી બોલ્યા કે જોયું, આ માછલીઓએ એલચીનાં ફોતરાં જોયાં નહિ એટલે ચાલી ગઈ? માટે પહેલાં જ્ઞાન જોઈએ, પછી ભક્તિ. એક બે ચકલીઓ પણ મેંદાની ગોળીઓ ફેંકાતી જોઈને ભયથી ઊડી ગઈ! તેમને એ ખાવાની ચીજ છે એવું જ્ઞાન નહોતું એટલે ભક્તિ થઈ નહિ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એ જ્ઞાનનો અર્થ છે ઐહિક જ્ઞાન, એમના જડ વિજ્ઞાનનું જ્ઞાન.

માસ્ટર – એ ઉપરાંત ડૉક્ટર બોલ્યા કે ચૈતન્ય કહી ગયા છે, કે બુદ્ધ કહી ગયા છે, કે ઈશુ ખ્રિસ્ત બોલી ગયા છે માટે શ્રદ્ધા રાખવી! એમ નહિ!

એક પૌત્ર થયો. પુત્રવધૂની સુખ્યાતિ વધી અને કહ્યું કે ક્યારેય મારા ઘરમાં પણ મેં નજરે જોઈ નથી, એવી શાંત અને લજ્જાશીલા.

શ્રીરામકૃષ્ણ – અહીંની (મારી) વાતોનો વિચાર કરે છે. ક્રમેક્રમે શ્રદ્ધા થતી આવે છે. અહંકાર એકદમ તે શું જાય? આટલી વિદ્યા, માન-મરતબો! પૈસોટકોય થયો છે! પરંતુ અહીંયાંની વાતોમાં અશ્રદ્ધા નથી!

Total Views: 260
ખંડ 51: અધ્યાય 36 : ડૉક્ટર સરકારને ઉપદેશ - જ્ઞાનીનું ધ્યાન
ખંડ 51: અધ્યાય 38 : અવતીર્ણ શક્તિ કે સદાનંદ